બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હોલ ટિકિટને લઇ સામે આવી મોટી અપડેટ

Contact News Publisher

બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી ડાઉનલોડ શકાશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.