જે ડિસ્કવરી રાઇડ તૂટતા નિપજ્યાં હતા 2ના મોત, તેને જ કોન્ટ્રાક્ટ સોંપાતા બાલવાટિકાનું નવીનીકરણ વિવાદમાં

Contact News Publisher

અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ બાલવાટિકાનુ નવીનીકરણ કરવામાં આવશે. જોકે નવીનીકરણ માટેના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે.  કાંકરિયામાં ડિસ્કવરી રાઈડના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા આ વિવાદ સર્જાયો છે. અગાઉ ડિસ્કવરી રાઈડમા એક રાઈડ તુટતા 2 લોકોના મોત થયા હતા, જયારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. જે મોટી ઘટના છતા કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં નથી આવી અને કોઇ કડક કાર્યવાહી પણ કરવામાં નથી આવી. એટલુ ઓછુ હોય તેમ આ વિવાદિત કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ કોન્ટ્રાક્ટ કંપની ભાજપના એક પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપની હોવાનું પણ કહેવાય છે. બાલવાટિકાનું નવીનીકરણ થતા હાલ ફ્રી પ્રવેશ છે જયા 1 હજાર સુધીનો લોકોને ખર્ચ પણ થઈ શકે છે.

કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ્સનું નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર પર AMC ફરી મહેરબાન બની છે. કાકરિયાના નવિનિકરણનો કોન્ટ્રાક્ટ આ વિવાદિત કંપનીને અપાતા ફરી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. થોડા સમય અગાઉ જોયરાઈડ્સ તૂટી હતી જેમાં બે જણાના મોત થયા હતા આ બેદરકાર કંપનીને બ્લેક લીસ્ટ કરવાની જગ્યાએ ફરી એએમસીના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશને ભૂતકાળની દુર્ઘટનામાંથી કોઇ શીખ કે બોધપાઠ લીધી ન હોવાની સ્થિતી જોવા મળી રહી છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલી બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જો કે નવીનીકરણ માટે ડિસ્કવરી રાઇડ નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાતાં વિવાદ થયો છે. ડિસ્કવરી રાઇડ એ જ સંસ્થા છે જેની કાંકરિયામાં રાઇડ તૂટી હતી. જે દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા. આ સાથે અનેક લોકો ઘાયલ થયા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે અમદાવાદ મહાપાલિકાએ આ દુર્ઘટના બાદ પણ ડિસ્કવરી રાઇડ્સ એજન્સીને બ્લેકલિસ્ટ નહોતી કરી. આટલું ઓછું હોય તેમ ફરી એ જ સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાતાં મહાપાલિકાએ લોકોની સલામતી કોરણે મુકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા ફક્ત પ્રજાના પૈસા મલાઇનો ખાવાનો વહેવાર સાચવવા માગતી હોય તેવા આરોપ લાગી રહ્યા છે.
ચર્ચા એવી પણ છે કે ડિસ્કવરી રાઇડ્સ સંસ્થા ભાજપના એક પૂર્વ કોર્પોરેટરના ભાઇની કંપની છે.જેથી નિયમો અને શરમ બંન્ને નેવે મુકી ડિસ્કવરી રાઇડ્સને ફરી બાલવાટિકાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ કાંકરિયામાં આવેલી બાલવાટિકામાં પ્રવેશ નિશુલ્ક છે. જો કે આવનારા સમયમાં 1 હજાર સુધીની પ્રવેશ ફી રાખવામાં આવે તેવી ચર્ચા છે. આમ ભારે ભરખમ ફી વસૂલ્યા બાદ પણ બાળકોની સલામતી બેદરકાર એજન્સીના ભરોસે રહેશે.