લોકસભા સાથે ગુજરાતની 6 બેઠકો પરની પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો કઇ સીટ પર ક્યારે મતદાન?

Contact News Publisher

ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાશે

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ચૂંટણી પંચે પણ સત્તાવાર રીતે ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે.  ચૂંટણી પંચે મતદાન તારીખથી લઈ મતદાન ગણતરી સુધીના તમામ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. ત્યારે આ બધાની સાથે વિધાનસભાની ખાલી બેઠકોને લઈ  પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે.  આપને જણાવીએ કે, ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે.

દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાશે. અત્રે જણાવીએ કે, દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં  યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. અત્રે જણાવીએ લોકસભાની ચૂંટણીનો પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે

આ 6 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર 1 SS જીતી હતી અને 1 અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે ફરી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મેળવી હતી અને AAPએ 5 તેમજ અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી. પરંતુ સમયજતા અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા છ બેઠકો અત્યારે ખાલી પડી છે. જે 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપતા અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે જ્યારે  કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે તો 6 બેઠકો ખાલી પડી છે.

દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી યોજાશે. અત્રે જણાવીએ કે, દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં  યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે