પરષોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે પાટીદારોની બેઠક, યોજાશે રણનીતિ

Contact News Publisher

પરષોત્તમ રુપાલાના વિરોધ વચ્ચે વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. મહત્વનુંછે કે, પરષોત્તમ રુપાલાનો રાજકોટ બેઠકથી વિરોધ થતા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડતા પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. આ તરફ પાટીદારો પરષોત્તમ રુપાલાના સમર્થનમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ચૂંટણીની રણનીતી નક્કી કરવા બેઠક યોજી ચર્ચા કરશે. વિગતો મુજબ આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચર્ચામાં જોડાશે.

પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂપાલા રુપાલા વડોદરાથી ચૂંટણી લડશે. આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે તેવા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.

નોંધનીય છે કે, પરષોત્તમ રૂપાલા વિવાદને કઈ ગઇકાલે ભાજપનાં ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી. આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે તરત જ અમે બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો હાજર હતા. તેમજ મે કોર કમિટી સમક્ષ વાત કરી છે. 3-3 વખત માફી માંગવામાં આવી હતી. ત્યારે આ બાબતે પાર્ટી વિચાર કરશે. તેમજ પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે. પણ હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું. ત્યારે બાદ પાર્ટી નિર્ણય કરશે. તેમજ બીજી બેઠક નહી થાય.