હવે અમદાવાદના એકસાથે 60 રૂટ પર દોડશે ડબલ ડેકર બસ, પર્યાવરણને ધ્યાને લેતા લેવાયો નિર્ણય

Contact News Publisher

અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદને 60 જેટલા રૂટ પર ડબલ ડેકર બસની સોગાત મળશે. વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ હવે બીજા રૂટ પર પણ ડબલ ડેકર બસો ચાલશે. મહત્વનું છે કે, બજેટમાં ફક્ત સાત બસો ચલાવવાનું આયોજન હતું પણ પર્યાવરણને ધ્યાનમાં લઈને હજી વધ 60 જેટલા રૂટ પર ડબલ ડેકર બસોની શરૂઆત કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.