મહીસાગરમાં વરરાજાની જાનૈયા સાથે જોખમી સવારી, રસ્તા અને પુલના અભાવે હોડીમાં નિકળી જાન

Contact News Publisher

અભાવ અને અસુવિધાઓ વચ્ચે પણ જીવન ચાલતુ રહે છે..અને પ્રસંગો પણ ઉજવાતા રહે છે. આ વાતનું આદર્શ ઉદાહરણ પુરુ પાડતો વીડિયો સામે આવ્યો છે.

મહીસાગરના સંતરામપુર બેટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો વીડિયો સામે આવ્યો છે. બે ગામ વચ્ચે પુલ કે રસ્તો ન હોવાથી વરરાજા હોડીમાં બેસી લગ્ન કરવા જતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વરરાજાની સાથે જાનૈયાઓ પણ હોડીમાં વરેઠ ગામથી ભુવડ ગામે જીવના જાખમે જવા મજબૂર બન્યા છે. વીડિયોમાં વરરાજા સહિતના લોકો પ્રાથમિક સુવિધાનો અભાવ હોવા છતા લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા છે.

Exclusive News