ગળતેશ્વરના વણાંકબોરી થર્મલ સ્ટેશનમાંથી દૂષિત કેમિકલ ઠલવાયું મહીસાગર નદીમાં

Contact News Publisher

ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના પમ્પ હાઉસ પાસેથી પાઈપ મારફતે પાણી સાથે ક્રૂડઓઈલ મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારે નદીના પાણીમાં કેમિકલના થર જામેલા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકાના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. આ ઘટના જોતા મહીસાગર નદીમાં નહાવા કે તેનું પાણી પીતા ચરોતર વાસીઓએ ચેતવું જરૂરી બન્યું છે.ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી લોકમાતા મહીસાગરમાં કેમિકલવાળું પાણી ભળતા ગંદુ અને દૂષિત પાણી પીવાનો વારો આવશે. વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા મહીસાગર નદીને પ્રદુષિત કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવર સ્ટેશનના પમ્પ હાઉસ પાસેથી પાઇપ મૂકીને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર-૧ લીકેજ થતા તેમાંથી નીકળતું ક્રૂડઓઇલ પાવર સ્ટેશન દ્વારા પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ક્રૂડઓઇલ છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઓઇલના થર જામી ગયેલા પણ જોવા મળી રહ્યા હતા.

Exclusive News