વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં, 160થી વધુ વાહનો કર્યા ડિટેઇન

Contact News Publisher

વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટકકરે એક યુવાનનો જીવ ગયો હતો, ત્યારે શહેર ટ્રાફીક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો વિરુદ્ધ તવાઈ બોલાવી છે. વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રતિબંધિત સમયે પ્રવેશતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહનચાલકો તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારદારી વાહન પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે અને ઝુંબેશ શરૂ કરી છે.
પોલીસ દ્વારા ભારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસે જાહેરનામું તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ભારી વાહનો વિરુદ્ધ વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારદારી વાહન પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. અને ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે.
યુવાનોએ ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી
ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો પર સર્જિકલ સ્ટ્રાઈકથી પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે. ટ્રાફિક વિભાગની આ ઝુંબેશથી ટ્રાફિક કચેરી બહાર મોટી સંખ્યામાં ભારે વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ભારદારી વાહન ચાલકો તેમજ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વડોદરાના નાગરિકો ખુશ છે. વડોદરાના યુવાનો ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. સાથે જ કાયમી આજ પ્રકારે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું અને જાહેરનામાનું પાલન થાય તેવી માંગ પણ કરે છે.

Exclusive News