કોંગ્રેસે મતદાન પહેલાં જ હવે ઇન્દોર બેઠક પણ ગુમાવી, ઉમેદવાર અક્ષય જોડાયા ભાજપમાં

Contact News Publisher

ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે લોકસભાની એક બેઠક જીતી લીધી છે. અગાઉ કોંગ્રેસે સૂરતની બેઠક ભાજપ સામે ગૂમાવવી પડી હતી, હવે આવુ જ મધ્ય પ્રદેશમાં થવા જઇ રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાઇ ગયા હતા. મધ્ય પ્રદેશના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિય અને કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કારમાં સાથે જોવા મળ્યા હતા, જેની તસવીર ખુદ ભાજપના નેતાએ ટ્વીટર પર જાહેર કરી હતી.

કૈલાશ વિજયવર્ગિયએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇંદોરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત કરીએ છીએ. ઇંદોરમાં ૧૩મી મેના રોજ મતદાન થવાનું છે, ૨૯મીએ એટલે કે  સોમવારે ઉમેદવારીનો અંતિમ દિવસ હતો. જિલ્લા કલેક્ટર આશિષસિંહે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના અક્ષય સહિત ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

Exclusive News