સેનાની જાસૂસી કાંડમાં ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, જાસૂસને સીમકાર્ડ આપનારાને દિલ્હી એરપોર્ટથી દબોચ્યો

Contact News Publisher

આજનાં ટેકનોલોજીનાં યુગમાં લોકો અનેક કિસ્સાઓનો ભોગ બનતા હોય છે. જેમકે સાયબર ક્રાઈમ, હેકીંગ સહિતનાં અનેક છેંતરપીંડીનાં કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કેટલાક જાસૂસો દ્વારા ભારતીય સેનાની જાસૂસી કરતા હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કેવી રીતે ભારતીય સેનાની જાસૂસી કરવામાં આવતી હતી.

મૂળ જામનગરનાં બેડી ગામે રહેતો ખાતે રહેતો મોહમ્મદ સંકલેન માછીમારી કરી પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવતો હતો. માછીમારી દરમ્યાન તેની મિત્રતા અઝગર આઝીઝ સાથે થઈ હતી. જે બાદ અઝગર દુબઈ ગયો હતો. ત્યારે મોહમ્મદ સંકલેનને દુબઈ લઈ ગયો હતો. પરંતું આઝીઝને ખબર ન હતી કે જેને તે મિત્ર સમજી રહ્યો છે. તે પાકિસ્તાની જાસૂસ છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનાં એજન્ટોએ મોહમ્મદ સંકલેનને સીમકાર્ડની જવાબદારી સોંપી હતી. ત્યારે મોહમ્મદ સંકલેન દ્વારા આણંદનાં તારાપુર ખાતે રહેતા લાભશંકર મહેશ્વરીને સીમકાર્ડ આપ્યા હતા. જે બાબતની જાણ ગુજરાત એટીએસને થતા ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર એવા પાકિસ્તાની જાસૂસ લાભશંકરની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમ્યાન જાસૂસ લાભશંકર દ્વારા 7 પાકિસ્તાની એજન્ટો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા બે જાસૂસોને ઝડપી પાડી તેઓની પૂછપરછ હાથ ધરી છે. તેમજ કુલ 7 પાકિસ્તાની એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધી ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

સિમકાર્ડને એક્ટિવેટ કરી પાકિસ્તાન મોકલવામાં આવતા

ભારતીય સેનાનાં જવાનોની જાસૂસી કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જાસૂસી કરાવવા માટે આરોપી સીમકાર્ડ પ્રોવાઈડ કરવાનું કામ કરતો હતો. ત્યારે જામનગરનાં બેડી ગામનાં રહેવાસી આરોપી મોહમ્મદ સંકલેન દ્વારા એક સીમકાર્ડ ખરીદીને આણંદ ખાતે રહેતા લાભશંકર મહેશ્વરી નામનાં પાકિસ્તાની જાસૂસને મોકલ્યું હતું. આ સિમકાર્ડ લાભશંકરે પોતાની બહેનની મદદથી પાકિસ્તાન મોકલીને કાર્ડ એક્ટિવેટ કરાવ્યું હતું. આ જાસૂસોએ ભારતીય સીમકાર્ડની મદદથી આર્મીનાં જવાનને મેસેજ કરી એક લિંક મોકલતા હતા. જાસૂસો દ્વારા મેસેજમાં મોકલેલ લિંકમાં માલવેર વાયરસની સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરવતા હતા. એપ્લિકેશન ડાઉનલોડ થતાની સાથે જ ફોનને હેક કરીને તમામ માહિતી પાકિસ્તાન મોકલતા હતા. ગુજરાત એટીએસ દ્વારા અગાઉ પણ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સીમકાર્ડ મોકલનાર મોહમ્મદ સંકલેનનું નામ ખુલવા પામ્યું હતું.