સુરતથી દુબઈની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના નામે 60 લાખની છેતરપિંડી કરનાર વર્ષો બાદ ઝડપાયો

Contact News Publisher

સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિને દુબઈ ખાતે આવેલી કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના હતા. આ પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને ફરિયાદીના 60 લાખ રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના દુબઈની કંપનીમાં આ પૈસા ટ્રાન્સફર ન કરી છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ચેન્નાઈથી સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સુરતના એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈ ખાતે આવેલી મેગેન્ટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા. ત્યારે આરોપીઓએ અલગ અલગ એકાઉન્ટમાં 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ અલગ ટ્રાન્જેક્શનનો મળીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આરોપી ઈરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા. બંને ઈસમો દ્વારા સુરતના ફરિયાદી સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. તો બીજી તરફ આરોપી સામે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઈમ્તિયાઝ ગુલામ બાશા દુબઈથી ચેન્નાઈ ખાતે પરત આવ્યો હોવાની માહિતી મળી હતી. જેથી સાયબર ક્રાઇમ દ્વારા ચેન્નાઇથી ઈમ્તિયાઝ ગુલામ બાશાની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Exclusive News