PM મોદીને ગુજરાતનાં 15 રાજવી પરિવારોનું ખુલ્લુ સમર્થન, તો ક્ષત્રિય આંદોલનનું શું થશે?

Contact News Publisher

રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીએઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે. આજે (બીજી મે) પત્રકાર પરિષદમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ‘રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમી જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.’નોંધનીય છે કે, એકબાજુ ગુજરાતમાં રાજવી પરિવારો ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનામાં છે, તો વળી બીજી તરફ ક્ષત્રિય સંકલન સમિતિ સતત વિરોધ કરી રહ્યું છે.  આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. હવે આજે તેઓ જૂનાગઢ અને જામનગરમાં પણ ચૂંટણી રેલી કરશે.

માંધાતાસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે,’અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુધ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે.’

Exclusive News