એક ભૂલ ભારે પડી! રાજકોટમાં અઢી વર્ષનું બાળક રમતા-રમતા પથ્થરનો ટુકડો ગળી ગયો, માંડ-માંડ બહાર કઢાયો

Contact News Publisher

રાજકોટમાં માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં અઢી વર્ષનું એક બાળક રમતા રમતા પથ્થરનો ટુકડો ગળી ગયું હતું. પથ્થરનો ટુકડો ગળી ગયા બાદ બાળકને દોઢ મહિના બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પથ્થરનો ટુકડો શ્વાસનળીમાં ફસાયા બાદ બાળકને દોઢ મહિનાથી કફની તકલીફ હતી…ધીમે ધીમે બાળકનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું…બાળકનું ઓક્સિજન લેવલ ઘટીને 70 થઈ જતાં માતા પિતા ચિંતામાં મુકાયા હતા…બાળકનું નિદાન કરવામાં આવતા બાળકની શ્વાસનળીમાં પત્થર ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું….ત્યારે ડોક્ટરોએ દૂરબીન વડે બાળકની જટીલ સર્જરી કરીને પથ્થરનો ટુકડો બહાર કાઢ્યો અને બાળકને નવજીવન આપ્યું

Exclusive News