સ્મોકી પાન ખાવાથી 12 વર્ષની બાળકીના પેટમાં કાણું પડ્યું , જાણો લિક્વિડ નાઈટ્રોજન કેટલું જોખમી છે

Contact News Publisher

 બેંગલુરુમાં 12 વર્ષની એક છોકરીને લિક્વિડ નાઈટ્રોજન પાન ખાવાથી પેટમાં કાણું પડી ગયું. પેટમાં દુ:ખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તપાસમાં પેટમાં 4×5 સેમીનું કાણું પડી ગયાનું જણાયું હતું. જેના માટે એક જટિલ સર્જરી કરવામાં આવી હતી. સર્જરીમાં બાળકીના પેટનો ચેપગ્રસ્ત ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હવે તેનું સ્વાસ્થ્ય સારું છે.

લિક્વિડ નાઇટ્રોજન ગેસ શું છે?

બાળકી પારિવારિક પ્રસંગમાં ગઈ હતી ત્યાં તેણે સ્મોક પાન ખાધું હતું. સ્મોક પાનમાં લિક્વિડ નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં જાણીએ નાઈટ્રોજન ગેસ શું છે. પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનની જેમ નાઈટ્રોજન પણ વિપુલ માત્રામાં જોવા મળે છે. તે રંગહીન તેમજ સ્વાદહીન હોય છે. જ્યારે નાઈટ્રોજનનું તાપમાન -195.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે, તો તે પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. જો કે પૃથ્વી પર ક્યારેય આટલું તાપમાન ઘટતું નથી આથી કૃત્રિમ રીતે તેને લિક્વિડ ફોર્મમાં લાવવામાં આવે છે.

બીજી અસર એ છે કે 1 ગ્રામ લિક્વિડ નાઇટ્રોજન 600-700 મિલી ગેસ ઉત્પન્ન કરી શકે છે. જો તમારું વજન 2-3 ગ્રામ પણ વધે છે, તો તમારે પેટમાંથી લગભગ 1500 ml ગેસ બહાર કાઢવો પડશે. મોટાભાગે શરીર આ કંટ્રોલ કરી શકતું નથી અને શરીરને નુકસાન થાય છે. જેના કારણે જીવનું જોખમ પણ થઇ શકે છે.  કર્ણાટકના દાવંગેરેમાં ‘સ્મોક્ડ બિસ્કિટ’ ખાધા બાદ એક છોકરો બીમાર પડતાં તમિલનાડુના આરોગ્ય વિભાગે 25 એપ્રિલના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓ અથવા પીણા પીરસતા પહેલા લિક્વિડ નાઇટ્રોજનને સંપૂર્ણપણે બાષ્પીભવન કરવું જોઈએ.