ધોમધખતી ગરમીથી શ્રમિકોને બચાવવા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય!

Contact News Publisher

 ગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો પ્રકોપ. વધતા જતા ગરમીના પ્રકોપને પગલે તંત્ર દ્વારા પણ યલો, ઓરેન્જ અને વધુ ડેન્ઝર સ્થિતિ હોય ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પેટીયું રળતા શ્રમિકો માટે સરકાર મહત્ત્વનો આદેશ કર્યો છે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના 4 કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.

જીહાં, બપોરના સમયમાં ધોમધખતી ગરમી અને હીટવેવની અસર થતી હોય છે. આવી સ્થિતિમાં માથુફાડી નાંખે એવી ગરમીમાં શ્રમિકો કામ કરતા હોય છે. ખાસ કરીને કંસ્ટ્રકશનના કામમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે. ઘણાં શ્રમિકો પૈસા કમાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને અગન ભટ્ટી સમાન ગરમીમાં કામ કરતા હોય છે. આવા શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્ત્વની ગાઈડલાઈન જાહેર કરી છે.

કોન્ટ્રાક્ટર ઈન્કાર કરે તો કરી શકાશે ફરિયાદઃ
કાળઝાળ ગરમીમાં શ્રમિકોની ચિંતા કરીને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છેકે, હવે ધોમધખતી ગરમી અને હીટવેવના કારણે બપોરના એકથી સાંજના ચાર કલાક દરમ્યાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઈન્કાર કરે તો ખુદ શ્રમિક ફરિયાદ કરી શકશે.