ભાવનગરમાં ઉનાળામાં પાણી સમસ્યા યથાવત, 3 માસમાં 4,024 ટેન્કર દોડાવ્યા

Contact News Publisher
ભાવનગર : દર વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત થતા પાણીની માંગ વધી જતી હોય છે તેથી પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે. પાણીનો સમસ્યા શરૂ થતા ભાવનગર મહાપાલિકાએ પાણીના ટેન્કર દોડાવવા પડતા હોય છે. મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી સમસ્યા યથાવત હોવાનુ જણાય રહ્યુ છે, જેના કારણે આશરે છેલ્લા ત્રણ માસમાં મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૪,૦ર૪ પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પુરૂ પાડયુ હતું. પાણીના ધાંધીયાના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.