રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ, ફાયર NOC વગર ચાલતી 39 હોસ્પિટલ કરાઈ સીલ

Contact News Publisher

રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.