મંત્રી પદેથી પત્તું કપાતાં પહેલીવાર રૂપાલા બોલ્યાં, ‘પક્ષ કે વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે મને સ્વીકાર્ય’

Contact News Publisher

લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવી ગઇ છે. ત્યારે આ વખતે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા પરુશોત્તમ રૂપાલા માટે સૌથી મોટો ઝટકો એ રહ્યો કે જંગી સરસાઈથી જીતવા છતાં તેમને મોદી કેબિનેટમાં સ્થાન ન મળ્યું અને તેમનું પત્તું કપાઈ ગયું. જોકે હવે આ મામલે પહેલીવાર તેમણે પત્રકારોને જવાબ આપ્યો છે.

શું બોલ્યાં રૂપાલા? 

ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં માથાનો દુઃખાવો બની ગયેલા પરશોત્તમ રૂપાલાને જ્યારે મંત્રીપદ ન મળવા વિશે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આમાં એવું કંઇ છે જ નહીં. મંત્રીપદ આપવું કે ન આપવું તેના કોઈ કારણો ન હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરું છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે.