તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો

Contact News Publisher

ગીર સોમનાથના તાલાલાની ધરા આજે ધણધણી  ઉઠી હતી. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 km દૂર નોર્થ  ઇસ્ટમાં નોંધાયું છે.

ભૂકંપ કેમ આવે છે? 

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.