ઉધના: 24 હજારની નકલી નોટો સાથે ઝડપાયો શખ્સ, બજારમાં 6 મહિનાથી બનાવટી ચલણને ફેરવતો હતો

Contact News Publisher

રાજ્યના સુરતમાંથી નકલી નોટો ઝડપાઈ છે. સુરત શહેરના ઉધનામાંથી આ નકલી ચલણી નોટો ઝડપાઈ છે. 100 રૂપિયાના દરની 24 હજાર નકલી નોટો ઝડપાઈ છે.  નકલી ચલણી નોટ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તો અન્ય આરોપીઓ ફરાર થયા છે, જેની શોધખોળ પોલીસે આદરી દીધી છે. ઝડપાયેલો આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો.

આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, 75 બનાવટી નોટો છાપવાના કાગળો, ઈન્કની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબ્જે કરી હતી.

બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતા

આરોપી બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતા હતા. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલ નોટો મેળવતા હતા.