વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યાં હાથ, સંસદમાં આ દૃશ્ય સર્જાયું

Contact News Publisher

લોકસભા સ્પીકર પદ માટે ભારે સસ્પેન્સ બાદ આખરે એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને ફરી એકવાર લોકસભા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ધ્વનિ મતથી તેમની પસંદગી કરી લેવામાં આવી હતી. આ દરમિયાન જ એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને જોઈને સૌ કોઈ ફરી ચર્ચા કરવા લાગ્યા છે.

રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીએ મિલાવ્યાં હાથ 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વિપક્ષ તરફથી ગૃહના નેતા બની ગયા છે જ્યારે વડાપ્રધાન મોદી સત્તા પક્ષ તરફથી ગૃહના લીડર છે. બંનેએ નવા લોકસભા સ્પીકરની ચૂંટણી થયા બાદ એકસાથે ઓમ બિરલાને આવકાર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદી સામે સામે આવતા એકબીજા સાથે મિલાવતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી વિપક્ષના નેતા પદે બિરાજિત થનાર ગાંધી પરિવારના ત્રીજા નેતા 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગાંધી પરિવાર તરફથી વિપક્ષના નેતા બનનારા ત્રીજા નેતા બની ગયા છે. તેમના પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ આ પદભાર 1999 થી 2004 વચ્ચે સંભાળ્યું હતું. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ 1989થી 1990 વચ્ચે વિપક્ષના નેતા રહી ચૂક્યા હતા.