જામનગરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, માતાએ ઠપકો આપતા 9 વર્ષના બાળકનો આપઘાત

Contact News Publisher

જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય પરિવારના નવ વર્ષના બાળકે ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લકકી કે જેણે ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દવારા આપઘાતનો પ્રયાસ કરતાં બાળકને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

મૃતક બાળક કે જેના પિતા મધ્ય પ્રદેશમાં વતનમાં ગયા છે, જયારે તેની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉસ્કેરાટમાં આવીજઇ બાળકે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરપ્રાંતિય શ્રમિક પરિવારને સંતાનોમાં એક બાળકી અને એક બાબો હતા, જે પૈકીના પુત્ર એ ગળાફાંસો ખાઈ લેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.