I.N.D.I.A. ગઠબંધનમાં મતભેદોનો સર્જાશે ખડકલો, કોંગ્રેસનું ટેન્શન વધશે! NDA સહયોગીનો મોટો દાવો

Contact News Publisher

INDIA દ્વારા વોટ ડિવિઝનની માગ ન કરવા મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. નીતીશ કુમારની પાર્ટી જેડીયુના રાષ્ટ્રીય સચિવ રાજીવ રંજને દાવો કર્યો છે કે વિપક્ષને જાણ હતી કે તેની પાસે સંખ્યા નથી. જો તે વોટ ડિવિઝનની માગ કરે તો તેનાથી તેમની અંદરની જે ગાંઠો છે, તે પણ ઉજાગર થઈ જાત.

તેમણે આગળ કહ્યું કે વિપક્ષના ફ્લોર સંચાલનની ખામીઓ એક દિવસ પહેલા જ જોવા મળી ગઈ હતી, જ્યારે ટીએમસી નેતા અભિષેક બેનર્જીનું નિવેદન સામે આવ્યું. જયરામ રમેશનું કહેવું હતું કે તેમણે મત વિભાજન માટે કહ્યું નહોતું જ્યારે અભિષેક બેનર્જીનું કહેવું હતું કે તેમણે આ માટે કહ્યું હતું.