જીકાસ પોર્ટલનો ફૂટ્યો પરપોટો, સરકારને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં ઘટ્યાં પ્રવેશ, 20% બેઠકો પણ ન ભરાઈ

Contact News Publisher

રાજયભરની કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન આપવા માટે કેન્દ્રીયકૃત પ્રવેશ પધ્ધતિ સ્વીકારી છે. રાજય સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન માટે શરૂ કરવામાં આવેલા એડમિશન પોર્ટલમાં અનેક પ્રકારની ક્ષતિઓને કારણે આ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે.  સરકારી એડમિશન પોર્ટલનો સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો હોય તે રીતે આ યુનિવર્સિટીનાં મોટાભાગનાં અભ્યાસક્રમોમાં એડમિશન ફૂલ થઈ ગયાનું જાણવા મળે છે.

કેન્દ્રીયકૃત એડમિશનની પધ્ધતિ અમલમાં

ગુજરાતમાં વર્ષોથી મેડીકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કેન્દ્રીયકૃત એડમિશનની પધ્ધતિ અમલમાં છે. જેમાં મેરીટ મુજબ પસંદગીની કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. અલબત આ પ્રક્રિયા સાયન્સ, આર્ટસ, કોમર્સ કોલેજ અને અનુસ્નાતક ભવનોમાં અમલમાં લાવવા માટે આ વર્ષે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ તારીખ 27નાં પુરો થશે.