સાચવજો! ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે આગાહી કરી

Contact News Publisher

ગુજરાતમાં આજે (પહેલી જુલાઈ) મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 120 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખંભાળિયામાં કુલ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી 12મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.’