સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ચડ્યા ધાબે

Contact News Publisher

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે જુઓ જળબંબાકારની સ્થિતિ પર આ ખાસ અહેવાલ…

સૌરાષ્ટ્રમાં મેઘરાજા કેવા વરસ્યા છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકના છે. અહીં એવા વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામોના ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. સમુદ્રની સહેર કરતા હોઈએ તેવું ફલિત થઈ રહ્યું છે. પીપલાણા, મતિયાણા, મૂલ્યાસા અને ગોઠિલામાં જળબંબાકાર થઈ ગયું છે….ત્યારે ઝી 24 કલાકની પણ ટીમે ઘેડ પંથકમાં ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કર્યું હતું.