20 વર્ષ બાદ બાળક જન્મ્યો હતો અને કચડાઈ ગયો નાસભાગમાં, હાથરસની ઘટનાના પીડિત પિતાની વ્યથા

Contact News Publisher

ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં અનેક પરિવારો ઉજડી ગયા છે. આ ઘટનામાં દરરોજ પોતાના પરિવારના સભ્યને ગુમાવનારા લોકોની કરુણ કહાની સામે આવી રહી છે. હવે આવી જ એક કહાની કિશોરી લાલની છે, જેમની પાસે પરિવાર કહેવા માટે હવે કંઈ પણ નથી બચ્યું. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે તેઓ પોતાનું મૃત્યુ ન પર પણ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. મંગળવારે સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 121 લોકોના મોત થઈ જતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

20 વર્ષ બાદ બાળક જન્મ્યો હતો

48 વર્ષીય કિશોરી લાલ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના બિસૌલી ગામના રહેવાસી છે. આ ઘટનામાં તેમની 42 વર્ષની પત્ની અને માત્ર 4 વર્ષના પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું કે, લગ્નના 20 વર્ષ બાદ અમને એક પુત્રના રૂપમાં આશીર્વાદ મળ્યો હતો.તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેમણે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં બંનેના મૃતદેહને જોયા.

હું કેમ જીવિત છું?: પીડિત પિતાની વ્યથા

કિશોરી લાલે જણાવ્યું કે, પત્ની સત્સંગમાં બાળકને સાથે લઈ ગઈ હતી. હું ખેતીનો સામાન ખરીદવા કાસગંજ ગયો હતો. હું પાછો આવ્યો ત્યારે મેં મારી પત્નીને ફોન કર્યો. પરંતુ ફોન બીજા કોઈએ ઉપાડીને ત્યાં જે નાસભાગ થઈ હતી તેની માહિતી આપી. ખબર પડતાં જ હું હોસ્પિટલ તરફ દોડ્યો અને જોયું તો ચારે બાજુ મૃતદેહોના ઢગલા હતા. આ મૃતદેહોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. તેમાંના કેટલાકને જોયા પછી, મેં મારી પત્ની અને પુત્ર સ્ટ્રેચર પર નજર આવ્યા. હું કેમ જીવિત છું? મારે પણ તેમની સાથે જતુ રહેવું હતું.

જીવ ગુમાવનારા મોટાભાગના બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરના

એક સ્થાનિક નિવાસી સૂર્યદેવ યાદવે આ ઘટના અંગે જણાવ્યું કે જીવ ગુમાવનારા મોટાભાગના બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરના હતા. એહેવાલ પ્રમાણે ઘટના સમયે એટાથી પસાર થઈ રહેલા સોનુ શર્માએ કહ્યું કે, હું નેશનલ હાઈવે પર આયોજન સ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોંકી ગયો. મેં રસ્તાના કિનારે લોકોને મૃત હાલતમાં પડેલા જોયા. મને કંઈ જ ખબર ન હતી કે શું થયું.

તેમણે કહ્યું કે, મેં હાઈવે પર ડિવાઈડર પાસે એક નાની છોકરીને જોઈ. હું તરત જ તેની પાસે ગયો. તેની ઉંમર 8-9 વર્ષની હશે. જ્યારે મેં તેને મારા હાથમાં ઉઠાવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હું કંઈ કરી શકું તે પહેલાં જ તે મૃત્યુ પામી. અન્ય ઘણા બાળકો અને મહિલાઓ મૃત્યુ પામ્યા હતા. જે સ્થિતિ મેં જોઈ તે હું મારા જીવનમાં ક્યારેય ભૂલી ન શકું. ઉત્તર પ્રદેશ પોલીસ બાબાની તલાશમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિશેષ તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લીધો છે.