ઓલિમ્પિકની તૈયારીને ‘ઝટકો’! અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ સામે આર્થિક સંકટ…

Contact News Publisher

ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમના ગમે તે ઘડીએ પાટિયા પડી જશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમકે સ્ટેડિયમ, ક્લબ, સ્ટોર્સ અને યુનિવર્સીટીના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી  ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સસ્ટેડીયા પ્રાઈવેટ લિમિટેડ વિરુધ્ધ ઈન્સોલવન્સી ફાઈલ કરવામાં આવી છે એટલે કે આ બંને કંપનીઓએ જાહેર કર્યુ છે કે, કંપનની આર્થિક સ્થિતી જોખમમાં છે. લેણદારોને ચૂકવવાના પૈસા જ નથી. જો આ બંને કંપનીઓ નાણાંકીય પૂર્તતા નહીં કરે તો ફડચામાં જાય તેવી સ્થિતી ઉભી થઇ છે.

550 કરોડના ખર્ચે સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લુ મૂકાયુ હતું

વર્ષ 2016માં અમદાવાદ શહેરમાં કાંકરિયા ખાતે 550 કરોડના ખર્ચે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લુ મૂકાયુ હતું. શહેરના મધ્યમાં 20 હજાર દર્શકો ફુટબોલની મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બાદ ડેરીની જગ્યા પર આ સ્ટેડિયમનુ નિર્માણ કરાયુ છે. ચર્ચા છે કે, સ્ટેડિયમના નિર્માણ-સંચાલનનો કોઈ અનુભવ જ ન હોવા છતાંય હાલોલમાં ઓટ પાર્ટ્સ બનાવતી સેટકો ઓટોમોટીવ કંપનીના માલિક અને તેમના પુત્રને ટ્રાન્સસ્ટેડિયાનો પ્રોજેક્ટ આપી દેવાયો હતો.