સુરતમાં 6 વર્ષની બાળકીને બિસ્કિટની લાલચ આપીને નરાધમે દુષ્કર્મ આચર્યુ, માસૂમ ICUમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Contact News Publisher

સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકી પીંખાઈ છે. નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી છ વર્ષની બાળકી પર નજર બગાડી હતી. રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલના આઇસીયુમાં રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી નરાધમને ઝડપી લીધો છે.

બાળકી રાડારાડ કરી મુકી

ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટી રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સુરેશના ઘર નજીક જ રહેતી અને રમતી છ વર્ષની માસૂમ બાળકીનાં માતા-પિતા કામ અર્થે બહાર ગયાં હતાં. તેથી બાળકી દાદા-દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી. આ તકનો લાભ લઈને સુરેશે બિસ્કીટની લાલચે બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી બાળકીએ રડારોળ કરી મૂકી હતી.

બાળકી લોહીલુહાણ મળી

એક મહિલાએ શંકા જતાં સુરેશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યાં માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. પરિવારજનોએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે સુરેશ સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.