નખત્રાણા માં બીજી એક ૧૪ વર્ષીય સગીરા ગર્ભવતી..
Contact News Publisher
ગત તા. ૬-૧૨-૨૦૧૭ ના રોજ નખત્રાણા ખાતે થી માહિતી આવેલી હતી કે અહી ની એક ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયું છે અને તેનું મેડીકલ ચેકઅપ કરાયું હતું, આ ઘટના હજુ શમી નથી ત્યાં આજે ફરી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. નખત્રાણા તાલુકાના મોટા કાદીયા ગામની વતની એવી ૧૪ વર્ષીય સગીરા તેના ઘરના પાછળ વાડીમાં અરીઠા વીણવા ગયેલી હતી એ દરમ્યાન એની સાથે દુષ્કર્મ બનાવ બનેલ હતો અને સગીરાને ૩ માસનો ગર્ભ રહી ગયા હોવાની વાતે ચકચાર ફેલાવી દીધો છે. સગીરાના પરિવારજનો તેને પોલીસ સ્ટેશન લઇ જતા પોલીસે સગીરાને મેડીકલ તપાસ માટે ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે મોકલી છે અને તપાસ બાદ આરોપી સામે વિધિવત ફરિયાદ નોંધી ને કાર્યવાહી હાથ ધરાશે.
અહેવાલ-કિરણ ગોરી