ઝીંકડીમાં ઉંડા કુવામાં ઊંઠ પડી જતાં ૭ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કઢાયો

Contact News Publisher

ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે રાતે ખોરાકની શોધમાં ફરતો ઉંઠ ગામની સીમમાં આવેલા ૪૦ ફૂટ ઉંડા કુવામાં પડી જતાં ગ્રામવાસીઓએ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરવાની ફરજ પડી હતી.


આ બાબતે મળતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં પાવરપટ્ટી વિસ્તારના ઝીંકડી ગામમાં ૪૦ ફુટ ઉંડા કુવામાં રાત્રિના ૮.૩૦ વાગ્યાના અરસામાં ઉંઠ પડી ગયો હતો, જેની જાણ ગ્રામજનોને થતાં ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ ગ્રામજનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સાત કલાકની ભારે મહેનત બાદ મધ્યરાત્રિના ૩.૪૫ વાગ્યાના અરસામાં ઉંઠને સામાન્ય ઇજાઓ સાથે બહાર કઢાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, આ ભગીરથ કાર્યમાં યશપાલસિંહ વાઘેલા, સુનીલ મકવાણા,નરેશ લોહરા, મહેશ લોહરા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *