લખપત, નખત્રાણા બાદ હવે ખાવડામાં તીડના પડાવથી ખેડૂતોમાં ચિંતા

Contact News Publisher

પશ્ચિમ કચ્છનાં છેવાડાનાં લખપત તાલુકાનાં સરહદી ગામોમાં ચોમાસા સમયે જ પાકિસ્તાન બાજુથી તીડનાં ઝુંડ ઘૂસી આવતાં આ વિસ્તારનાં ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે, હાલમાં ખાવડાના અમુક વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા સ્થાનિક ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે.

આ તમામની વચ્ચે કચ્છ જિલ્લા તીડ નિયંત્રણ અધિકારી ના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજય સરકારની ટીમ એલર્ટ છે, બે દિવસથી દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. ગઈકાલે સમાચાર મળતાં જ ટીમ ખાવડા પહોચી છે અને જે જે વિસ્તારોમાં તીડે દેખા દીધી છે તે વિસ્તારોનું નિરીક્ષણ કરી દવા છંટકાવ અને અન્ય જરૂરી કામગીરી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *