કચ્છની ૩૫૦ જેટલી શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન થયું ઠપ્પ

Contact News Publisher

૨૦ વર્ષથી સ્વનિર્ભર શાળાઓ દ્વારા લાખો વિદ્યાર્થીઓનું ભાવી ઘડી રાજ્ય સરકારની જવાબદારી નિભાવતા હોઇ ત્યારે સરકારે જે નિર્ણય લઇને હાઇકોર્ટમાં કહ્યું હતું કે, શાળા ન ખૂલે ત્યાં સુધી ફી નહીં લેવાય. આ મુદ્દે નારાજગી સંચાલક મંડળમાં ઉઠી હતી અને ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાની જાહેરાત કરાઇ હતી. જેમાં આજે ગાંધીધામ- આદિપુર સહિત 350 શાળા જોડાઇ હોવાનો દાવો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કચ્છ દ્વારા કરવામાં આવ્યો હતો.

કોરોનાના પગલે શિક્ષણ વ્યવસ્થાને પણ વ્યાપક અસર પડી છે. ઓનલાઇન એજ્યુકેશન આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓએ આ બાબતે કામગીરી શરૂ પણ કરી દીધી હતી. લાંબા ગાળાથી ચાલતી આ કવાયતમાં ધીરે ધીરે તમામ શાળાઓને પણ ઓનલાઇન શિક્ષણ આપવાની દિશામાં કામગીરી કરવાની નોબત આવી હતી. દરમિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કચ્છના પ્રમુખ વિનોદ ચાવડા અને મહામંત્રી વાચોનીધી આર્યના જણાવ્યા મુજબ ગાંધીધામ- આદિપુર સહિત જિલ્લામાં 350થી વધુ શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ વ્યવસ્થા ઠપ્પ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *