ભચાઉના લલિયાણામાં સગર્ભાએ ઘર બેઠા કોરોનાને મહાત આપી

Contact News Publisher

ભચાઉ તાલુકાના લાલિયાણા ગામમાં 28મી જુલાઈના સગર્ભાને કોરોના પોઝિટિવ જણાયો હતો, જેથી દર્દીને હોમ આઇશોલેશન કરવામાં આવ્યા હતા. જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. નારાયણસિંહની સતત દેખરેખ હેઠળ દિવસમાં 4થી 5 વાર ફોલોઅપ લેવામાં આવતું.

પરિણામે સગર્ભા મહિલા દર્દી શનિવારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. મહિલા દર્દીને ફૂલોથી વધાવીને અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકામાં પહેલીવાર કોરોના દર્દીને ઘરે રાખીને સારવાર કરવામાં આવી હોય અને તે સાજા થયા હોય એવી પ્રથમ ઘટના છે. આરોગ્ય કર્મી સુપરવાઈઝર બી.કે. જાદવ, રાજેશ દુલેરા, ફરઝાનાબાનું પઠાણ, પ્રતિપાલસિંહ ગોહિલ સહભાગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *