રાજકોટ જેલનો જામીન પર ફરાર કેદી કચ્છમાંથી ઝબ્બે

Contact News Publisher

બોર્ડર રેંન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પેરોલ, ફર્લો તેમજ વચગાળાના જામીન પરથી ફરાર કેદીઓને પકડવા અંગેની સુચના આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ જે.પી.સોઢા, તથા એ.એસ.આઇ હરીલાલ રામજી બારોટ તથા પો.હેડ કોન્સ. દિનેશ ખીમકરણભાઇ ગઢવી નાઓઅને સંયુકત બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી-ડીવીઝન પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૩૧૧/૨૦૧૬ આઇપીસી કલમ-૩૦૨ મુજબના ગુના કામે છેલ્લા દોઢ માસથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી રામજી ઉર્ફે પપ મામદ ઇભલા કોળી ઉ.વ.૨૮ રહે.કેસરબાગ, નવાવાસ માધાપર વાળો હાલે રામમંદિર, કેસરબાગ પાસે હાજર હોવાની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટે ભુજ શહેર બી-ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સશ્રી જે.પી.સોઢા તથા એ.એસ.આઇ હરિભાઇ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમર તથા ડ્રા.પો.કો.સુરેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *