ભારે વરસાદથી પાકિસ્તાનમાં રહેતા હિંદુઓની હાલત કફોડી બની

Contact News Publisher

કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ બાદ લીલા દુકાળ જેવી સ્થિતિ છે. જોકે કચ્છની સામેપાર આપણા જિલ્લાની સરહદને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતની હાલત તો વધારે ખરાબ છે. ખાસ કરીને આ પ્રાંતમાં રહેતા હિંદુઓની હાલાત કફોડી બની છે. વળી, સ્થાનિક સરકાર પૂરમાં અસરગ્રસ્તો માટે સહાય અને પુન:વસનમાં નબળી પુરવાર થઇ રહી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે સિંધના પૂરનો મુદ્દો પાકિસ્તાની સાથે આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ હાલ ચર્ચાઇ રહ્યો છે.

કચ્છ સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા અને ભાગલા બાદ પાકિસ્તાનનો ભાગ બની ગયેલા સિંધમાં તો વરસાદ વેરણ બન્યો છે. અહીં ખેડૂતોના પાક તો ઠીક લોકોના ઘરો પણ પૂરના પાણીમાં તણાઇ ગયા છે. સિંધની સાથે બલુચિસ્તાનના પણ અનેક ભાગોમાં પૂરે તબાહી વેરી છે. ખાસ કરીને કચ્છની બોર્ડર પાસે આવેલા તાલુકા અને જિલ્લાઓમાં હાલત વધારે ખરાબ થઇ છે. બદીન, થરપારકર, નગરપારકર, ઉમરકોટ, મીરપૂર ખાસ સહિતના વિસ્તારો પૂરનો શિકાર બન્યા છે. હાલ લાખો લોકો શરણાર્થી શિબિરમાં આશરો લીધો છે. હજારો હિંદુઓ માટે ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News