કચ્છના અબડાસાની બેઠક પર ધારાસભ્ય થયેલો ઉમેદવાર બીજીવાર ચૂંટાતો નથી

Contact News Publisher

કચ્છની અબડાસા બેઠકનો ઇતિહાસ રોમાંચક છે. આ બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે તે બીજીવાર ચૂંટાતો નથી. 1962માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1957 થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન છે. 1990માં આ બેઠક પરથી ભાજપ્ના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસના નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતા પરંતુ 1995માં નીમા આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપ્ના તારાચંદ છેડાને હરાવ્યા હતા.

1989ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇબ્રાહીમ અને 2002માં ભાજપ્ના નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠક જીત્યા હતા. આ સમય પછી કોંગ્રેસના નિમાબેન આચાર્ય પક્ષપલ્ટો કરીને ભાજપમાં ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં ગયા હતા. ભાજપે 2007ની ચૂંટણીમાં જ્યંતિ ભાનુશાલીને ટિકીટ આપી હતી અને તેઓ નરેન્દ્રસિંહ જાડેજાને હરાવી વિધાનસભામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છબીલ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપ્ના જ્યંતિ ભાનુશાલીને હરાવ્યા હતા.
જો કે છબીલ પટેલ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ભાજપ્ના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. 2017માં પણ ભાજપે છબીલ પટેલને ટિકીટ આપી હતી પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા.કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણીમાં ભાજપે તેમની ટિકીટ ફાઇનલ કરી છે પરંતુ ઇતિહાસ જોતાં એકના એક ઉમેદવાર આ બેઠક પર ચૂંટણી જીતતા નથી તેથી ભાજપ્ને જો આ બેઠક જોઇએ તો તેણે ઉમેદવાર બદલવો પડે તેમ છે. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલ્ટો કર્યો છે અને ભાજપમાં જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News