કેફી દ્રવ્યના વેપલા પર પોલીસની લાલ આંખ : ભુજના આરોપીની પીટ એક્ટ તળે ધરપકડ

Contact News Publisher

છાસવારે અફીણ ગાંજા સહિતના કેફી દ્રવ્યોના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓ પર પોલીસ તંત્રે લાલ આંખ કરી છે, જેના અનુસંધાને એસઓજી ભુજ તેમજ માનકુવા પોલીસ મથકે નોંધાયેલી એંડીપીએસના ગુનાના આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

પશ્ચિમ કચ્છ જિલ્લાની એસઓજીએ અગાઉ બી ડિવિઝન તેમજ માનકુવા પોલીસ મથકની હદમાં ગાંજાનો વેપલો કરતાં ઝડપી પડાયેલા અબ્દુલમજીદ અકબરઅલી ઉર્ફે ઇકબાલ મેમણ (રહે. કેમ્પ એરિઆ, ભુજ) વિરુદ્ધ પીટ એંડીપીએસ એક્ટ તળે દરખાસ્ત તૈયાર કરી નાર્કોટીક્સ સેલ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી, જે મંજૂર રખાતા ઇન્ચાર્જ પીઆઇ એ.આર. ઝાલા તથા પીએસઆઇ આર.સી. ગોહિલ, એસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતનાઓ દ્રારા આરોપીની અટકાયત કરી તેને ગળપાદર જેલમાં ધકેલી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *