પોસ્ટ ઓફિસમાં હવે પાનકાર્ડ સહિતની ૭૩ નવી સેવાનો આરંભ

Contact News Publisher

પોસ્ટ ઓફિસની સેવાઓનો વ્યાપ આમ તો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે છે, પણ હવે પોસ્ટ ખાતા દ્વારા અપાતી અન્ય સરકારી સુવિધાઓનો વ્યાપ પણ વધી રહ્યો છે. પાનકાર્ડ, જન્મ-મરણ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત સહિતની સેવાઓને આવરી લેતા ડિજિટલ સેવા પોર્ટલ, ચૂંટણીકાર્ડ, રોજગાર, પેન્શન, ઈન્ટર ડિસ્ટ્રીકટ સહિતની કુલ 73 સેવા સાથે ભચાઉ, અંજાર અને માંડવીની પોસ્ટ કચેરીઓમાં કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) કાર્યરત થયા બાદ હવે ભુજ વડી કચેરી અને માધાપરમાં પણ ગણતરીના દિવસોમાં સીએસસી શરૂ થવા જઈ રહ્યું છે.

જિલ્લાના ડાક અધીક્ષકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસની સેવાઓ વધુ ને વધુ લોકો સુધી પહોંચતી હોય છે. માટે જ સરકારે પણ કોમન સર્વિસ સેન્ટર હેઠળ વિવિધ સરકારી સેવાઓ લોકોને પ્રદાન કરવા માટે ડાક વિભાગની પસંદગી કરી છે. અમે ભચાઉ, માંડવી અને અંજારમાં સીએસસીની સેવાઓઅગાઉ જ શરૂ કરી દીધી છે અને હવે ભુજ એચ.ઓ. તેમજ માધાપર કચેરીમાં પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. કર્મચારીઓની ઘટ છે ત્યારે હાલનો સ્ટાફ જ આ કામગીરી સંભાળશે.

પોસ્ટ વિભાગના નિષ્ણાતો દ્વારા હવે સીએસસી માટેની ટ્રેનિંગ શરૂ થશે. પોસ્ટ ઓફિસમાં સીએસસી માટે અલગ વિભાગ શરૂ થશે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, અલગ વિભાગ શરૂ થશે નહીં પણ કાઉન્ટર મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. ધીમે ધીમે અન્ય સ્થળોએ પણ સુવિધાઓ શરૂ કરવામાં આવશે પછી શકય હશે તો ડિવાઈસમાં પણ ઉમેરવામાં આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News