કચ્છમાં ધનતેરસ બાદ ઉજવાશે દિવાળી, વચ્ચે ધોકો નહીં

Contact News Publisher

દિવાળી ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે કચ્છ સહિત અનેક સ્થળે દિવાળી પછી ધોક્કા મુદ્દે મત-મતાંતરો સર્જાયા છે ત્યારે કચ્છ જિલ્લામાં દિવાળી પછી ધોકકો નહી પણ નૂતનવર્ષ ઉજવાશે તેમ કર્મકાંડવિદોએ ધર્મ ગ્રંથ અને પંચાંગના આધારે નક્કી કર્યું છે. કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળની નિશ્રામાં અને આશાપુરામાં મંદિર ભુજના અધ્યક્ષ સ્થાને આયોજીત બેઠકમાં ઉપસ્થિત જર્નાદનભાઇ (આશાપુરા મંદિર), રાજુભાઇ જોષી (ભગવતીધામ), હરેશભાઇ (રઘુનાથજી મંદિર), ચેતન મહારાજ, મહંત કિશોરદાસજી (કબીર મંદિર ભુજ), કમલેશભાઇ રાવલ (મહામંત્રી કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ), જયદિપભાઇ વ્યાસ (ભુજ) મહામંત્રી ભુજ નગર કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ ઉપસ્થિત રહ્યા હતા. જે મુજબ દિપાવલી અને નુતનવર્ષના ઉત્સવો સંપૂર્ણ કચ્છમાં એકસુત્રતા પ્રમાણે ઉજવાય તે માટે શાસ્ત્રસંમત આધારો વ્રતરાજ ગ્રંથ અને પદ્મપુરાણને ધ્યાનમાં રાખીને ઉજવવાનું નક્કી કરાયું છે.

ઉત્સવોની ઉજવણીના નિર્ણયમાં કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પૂર્વ પ્રમુખ અવિનાશભાઇ જોષી, જયંતીભાઇ જોષી, ( પ્રમુખ, કચ્છ જીલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ), સત્યનારાયણ મંદિર ભુજ, નાના રઘુનાથજી મંદિર, ઓમ કારેશ્વર મહાદેવ મંદિર (આઇયાનગર), દ્વારકાધીશ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, શીરોમણીરાયજી મંદિર, આદીનારાયણ મંદિર, બીલેશ્વર મહાદેવ મંદિર, ધીંગેશ્વર મહાદેવ મંદિર, ત્રિવિક્રમરાયજી મંદિર (નારાયણ સરોવર જાગીર) તથા ભુજ મંદિર, પીઠ આશાપુરા માતાજી મંદિર (નાના રતાડીયા), ઓમસંસ્કારધામ મંદિર, રામ મંદિર (વરલી), ઇશ્વર આશ્રમ(વાંઢાય), સચ્ચિદાનંદ મંદિર(અંજાર) મહંત ત્રિકમદાસ મહારાજની સંમતિ મળેલી છે.

તહેવારો મુહૂર્ત

  • 1.વાઘબારસ તા.12/11(ગુરુવાર)
  • 2.ધનતેરસ તા.13/11(શુક્રવાર-સાંજે 6 સુધી)
  • 3.કાળી ચૌદશ તા.13/11ના સાંજના 6 વાગ્યા પછી
  • 4.રૂપચૌદશ તા.14/11(શનિવારના બપોરે 2.18 સુધી)
  • 5.દિપાવલી (લક્ષ્મી પૂજન) તા.14/11(શનિવારના બપોરે 2.18 બાદ ઉજવણી કરવી)
  • 6.અન્નકુટ-વિક્રમ સંવત- તા.15/11ના સવારે 10.37 કલાકથી 2077(નુતન વર્ષ)
  • 6.ભાઇબીજ તા.16/11 (સોમવાર)
  • 7. લાભ પાંચમ તા.19/11(ગુરુવાર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *