જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ હેઠળ બાળકોની ઓળખ છતી કરવા સામે પ્રતિબંઘ

Contact News Publisher

જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ ની કલમ-૭૪ મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાવાળા બાળકો, કાયદાના સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોની માહીતી વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સંચારના સ્ત્રોત જેવા કે, પત્ર, મેગેઝીન,સમાચાર પત્ર, અથવા ઓડીયો વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સોશીયલ મીડીયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસઅપ, ટવીટર કે અન્ય માઘ્યમો દ્રારા કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો કે કાયદા સાથે સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમા આવેલ ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો જેવા કે ઘર વિહોણા, મજુરી કરતા, ભીખ માંગતા, અનાથ, એક જ વાલીવાળા, નિરાઘાર, વિકલાંગતા ઘરાવતા, માનસિક બિમાર, બાળલગ્ન કરાયેલ, શોષિત, અસાઘ્ય રોગથી પિડાતા તેમજ કોઇ ગુનાનો ભોગ બનેલ હોય અથવા નજરે જોનાર હોય, કોઇ ગુન્હો કર્યાનો આક્ષેપ હોય તેવા અથવા જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહયા હોય તેવા તમામ બાળકોના નામ, સરનામા,ચિત્ર,ફોટોગ્રાફ,શાળા, લખાણ કે અન્ય કોઇ વિગતો તેમજ અન્ય રીતે બાળકોની ઓળખાણ છતી કરવા ઉપર પ્રતિબંઘ છે.
જો બાળકોની પ્રસિઘ્ઘિ બાળકના હીતમાં હોય તો જીલ્લા કક્ષાએ કાર્યરત ચાઇલ્ડ વેલ્ફેર કમિટિ અથવા જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની પરવાનગી મેળવીને જ કરવાની રહેશે. કોઇપણ વ્યકિત ઉપર જણાવેલ જોગવાઇઓનુ ઉલ્લંઘન કરશે તો તે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૭૪ મુજબ ૬ મહીના સુઘીની કેદની સજા અથવા રૂ.૨,૦૦,૦૦૦/- સુઘીનો દંડ અથવા બન્નેની સજાને પાત્ર ઠરશે.
જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ની કલમ-૭૭ મુજબ જે કોઇ પણ વ્યકિત ૦ થી ૧૮ વર્ષની વયના બાળકોને નશલી દારૂ અથવા નારકોટિક ડ્રગ અથવા સાઇકોટ્રોઇપ પદાર્થ અથાવ તમ્બાકુ પદાર્થ અથવા અન્ય પ્રકારના કેફી પ્રવાહી કે માદક દ્રવ્યો બાળકોને આપે અથવા અપાવે તેમજ કલમ-૭૮ મુજબ તેના વેચાણ, હેરાફેરી અથવા દાણચોરીમાં બાળકનો ઉપયોગ કરશે તો ઉપર જણાવેલ બન્ને જોગવાઇઓનુ ઉલ્લંઘન કરનાર વ્યકિતને ૭ વર્ષ સુઘીની કેદની સજા તેમજ રૂ.૧,૦૦,૦૦૦/- સુઘીના દંડની સજા થશે. ઉપરોકત બન્ને ગુન્હા પોલીસ અઘિકારના(કોગ્નિઝેબલ) બિન્ જામીનપાત્ર ગણાશે તેવું જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *