ભુજોડી ગામે પાણીપુરીમાં સડેલા બટેટાનો વપરાશ થતો હોવાનો વિડીયો સોશ્યલ મિડિયામાં થયો વાયરલ

Contact News Publisher

સમગ્ર દેશ સાથે રાજય તેમજ કચ્છમાં પણ કોરોનાનો ભરડો દિવસો દિવસ મજબુત થઇ રહ્યો છે તેની સાથે સાથે અન્ય સીઝનલ તેમજ પાણીજન્ય રોગોના નવા કેસ પણ સામે આવી રહ્યા છે, તેવામાં સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કહી શકાય તેવો ભુજના ભુજોડી વિસ્તારમાં પાણીપુરી માટે સડેલા બટેટાનો ઉપયોગ થઇ રહ્યા હોવાનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો હોવાથી હોબાળો મચ્યો છે.

સોશ્યલ મિડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થયેલા આ વિડીયોમાં સડેલા બટેટા દર્શાવવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો પોતાનો આક્રોશ ઠાલવતા આ બટેટાની પાણીપુરી ખાઇને તેમના સંતાનોના સ્વાસ્થય પર કેવી અસર પડશે તેની ચિંતા દર્શાવી રહ્યા છે, અત્રે ઉલ્લેખનિય છે કે અંદાજીત દોઢેક માસ પહેલા ભુજના ભાનુશાલીનગર વિસ્તારમાં બહારી ખોરાકથી ફુડ પોઇઝનીંગની અસર તળે એક દંપતિ ખંડિત થયું હોવાનું પણ બહારે આવ્યું હતું, ત્યારે કચ્છમાં શિયાળો હવે રીતસરની પકડ જમાવી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રેકડીઓ પર આ રીતે વેંચાતી ખુલ્લી ખાદ્ય સામગ્રી પર પંચાયત તંત્ર તથા આરોગ્ય તંત્ર ખાદ્ય પદાર્થોની ગુણવતાનું નિરિક્ષણ કરી કડક કાયદાકીય પગલા ભરે જેથી લોકોના સ્વાસ્થય સાથે થઇ રહેલા આવી રીતે ચેડા અટકાવી શકાય તેવી માંગ સાથે લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *