કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા

Contact News Publisher

હાલની કોરોના જેવી મહામારીની પરીસ્થિતિમાં કચ્છના ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છના કોટડા ચકારની આજુબાજુના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી ડબલ ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 TDS ક્ષારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે. આમ, કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે.

ફક્ત એક જ વર્ષમાં આ તાઈવાની જામફળના રોપા ખેડૂતો માટે સોનાની મરઘી જેવા બન્યા છે. આ બાબતે ખેડૂત હર્ષદ પટેલ કહે છે કે, કોટડા ચકારના ખેડૂતને શુ મુશ્કેલી પડી અને કઈ રીતે તેઓ આગળ આવ્યા અને વધુ પાક મેળવવા તેમજ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવા પણ અમે તૈયાર છીએ, જેથી તેઓ પણ તૈયારી બતાવી હતી, તો કચ્છના 50 ખેડૂતોનું જૂથ તૈયાર કરીને દરરોજ 1 ટન માલ એક્સપોર્ટ કરી શકે એ અંગેની તૈયારી અને ખેડૂતોને વધુ ફાયદો મળે એ માર્ગદર્શન પણ આપવા તૈયાર છીએ.

અન્ય યુવા ખેડૂતે તેમાંથી પ્રેરણા લઈને આ પાકનો શુ ફાયદો થાય છે તેમજ તેના નફા નુકશાનની વાત કરી હતી. બારમાસી મળતું એવું ફળ તાઇવાન પિંક જામફળ રસદાર અને સ્વાદે મીઠું ફળ છે. ખેડૂત ઓછા ખર્ચે વધુ પાક લઇ શકે છે. સાથે જ તેમાં ઝડપી ફળ પણ આવે છે. ઓછી જમીનમાં સારો પાક અને ઓછા મજૂરથી કામકાજ થઈ શકે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *