ગુજરાતમાં નહીં ખુલે શાળાઓ : રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Contact News Publisher

કોરોનાની મહામારીને કારણે શાળા-કોલેજોમાં વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી બાદ શરૂ થનારૂ શાળાનું સત્ર શરૂ થઈ શક્યુ નથી ત્યારે હવે શાળાઓ ખુલશે કે નહીં તે અંગે સૌ કોઈ અવઢવમાં છે.

આ વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ નહીં થાય તેવું ગાંધીનગરના સૂત્રોનું કહેવું છે. રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવા મામલે મોટો નિર્ણય લઈ શકે તેમ છે. નવા સત્રથી જ સ્કૂલ શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું કહેવું છે.

એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ કરી શકાશે નહિ. એટલું જ નહીં પરંતુ બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા હોવાનું પણ શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે. સ્કૂલો શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે. દિવાળી બાદ રાજ્ય સરકારે સ્કૂલ ખોલવાનું આયોજન કર્યું હતું. પણ દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતા સ્કૂલ ખોલવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *