કચ્છના ખેડૂતોએ ફળોની ખેતી કરી લાખો રૂપિયાની આવક રળી, શીખ ખેડૂતોનું પણ મોટું યોગદાન

Contact News Publisher

દેશમાં કિસાનોએ નવા કૃષિ કાયદાની સામે ધરણા શરૂ કર્યા છે. આ આંદોલનમાં જુદી જુદી માંગો સાથે ખેડૂતોની સરકારની વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. જોકે, આ સ્થિતિમાં ગુજરાતના અને ખાસ કરીને કચ્છ ખેડૂતોએ બાગાયત ખેતી કરીને કાઠું કાઢ્યું છે. રાજ્યમાં ખેતીના વાર્ષિક અહેવાલો ચકાસતા જાણવા મળે છે બગાયાત ખેતી કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ફળોના વાવતેરથી જ ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. શીખ કિસાનોના એક પ્રતિનિધિત્વને તાજેતરમાંજ કચ્છની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી મળ્યા હતા. કિસાન આંદોલન અને શીખ ખેડૂતોના સંદર્ભમાં કચ્છમાં રહેતા શીખ ખેડૂતો અને તેમની મહેનતની વાત જાણવી રસપ્રદ છે. આ ખેડૂતો ક્ચ્છમાં દાયકાઓથી ભારત સરકારે આપેલી જમીનમાં ખેતી કરી અને કચ્છને નંદનવન બનાવી રહ્યા છે. સૂકાભટ કચ્છમાં આજે 58,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ચીકુ, નાળિયર, જામફળ, જાંબુ, બોર સહિતના પાક લેવાય છે અને લાખો રૂપિયા રળાય છે.

કચ્છના આ ખેડૂતો જેમાં મોટી સંખ્યામાં શીખ ખેડૂતો પણ છે તેઓ પારંપરિક અનાજ ઉગાડવાના સ્થાને કચ્છની ભૌગોલિક સ્થિતિ અનુસાર ફળોની ખેતી કરી અને લાખો રૂપિયા રળી રહ્યા છે. હકિતતમાં કચ્છમાં ફળોની ખેતીના વાવેતર અને પાકના આંકડા જાણીને સુખદ આશ્ચર્ય થાય તેમ છે. કચ્છના ખેડૂતો જેમાં મોટી સંખ્યામાં શીખ ખેડૂતો છે તેઓ દાડમ, કેરી, ડ્રેગન ફ્રૂટ, ખારેક ઇત્યાદી ફળોની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *