પોલીસ કાયદાની રક્ષક, પરંતુ ખુદ પોલીસ જ પોતાને કાયદો માની લે તો ???

Contact News Publisher

મુન્દ્રા પોલીસ મથકમાં ચોરીની શંકા સાથે એક સપ્તાહ સુધી ગોંધી રાખી બેરહેમીથી મારના કારણે ગઢવી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ટોળુ પોલીસ મથકે ઘસી જતા યુવકના મોત અંગે ત્રણ પોલીસમેન સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

કાયદાના રક્ષકો જે પોલીસ પ્રજાનો મિત્ર કહેવાતી હોય છે, પરંતુ ગતરોજ મુન્દ્રા પોલીસ મથકમાં બનેલી શંકાસ્પદ આરોપીની પૂછપરછ દરમ્યાન થયેલું કસ્ટડિયલ ડેથ પોલીસની કામગીરી પ્રત્યે ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભા કરે છે. આરોપી પાસે સત્ય હકીકત બહાર લાવવા પોલીસનું શંકાસ્પદ પર દબાણ લાવે તે સમજી શકાય પરંતુ જ્યારે કાયદાના રક્ષકો જ પોતાનો કાયદો લાગુ કરી, અસહજ દબાણ લાવે તે પરિસ્થિતી ખુદ કાયદા માટે જ ગંભીર ઘણી શકાય, કચ્છમાં પોલીસ કસ્ટડીમાં આરોપી દ્વારા આત્મહત્યા સહિતના બનાવો અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે જે તમામ બનાવો પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પર શારીરિક અથવા તો માનસિક યાતનાઓ વેઠતા તેમની માનસિકતા પર સીધી અસર દર્શાવે છે તેવો મત શહેરના પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News