કચ્છ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રે ફાળવી ૧૫૦ એસ.ટી બસ

Contact News Publisher

કચ્છ જિલ્લામાં ચૂંટણીની તૈયારીમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓના આવન-જાવન તથા અન્ય કામગીરી માટે ૧૫૦ એસ.ટી બસની ફાળવણી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ૨૮મીના યોજાનારી ચૂંટણીમાં અગાઉના દિવસથી જ પોલીંગ સ્ટાફ તેને ફાળવેલા મતદાન મથકો પર પહોંચીને ફરજ સંભાળી લેશે. ત્યારે તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં કર્મચારીઓની સગવડતા અને અન્ય જરૂરી સામાનની હેરફેર માટે એસ.ટી બસ અને અન્ય ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવી છે. આવતી કાલે ચૂંટણી સ્ટાફને ઈવીએમ મશીન સાથે સ્ટેશનરી તેમજ જરૂરી સામગ્રીઓ ફાળવીને મોકલવામાં આવશે. અંદાજે ૧૦ હજારથી વધુ કર્મચારીઓ આવતીકાલે પોતાના ફરજના સ્થળ પર જશે. ત્યારે ૧૫૦ એસ.ટી બસ સાથે અન્ય ૧૫૦ જેટલા ખાનગી વાહનોની મદદ લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ચૂંટણી પર્વમાં મોટી સંખ્યામાં બસો ફાળવવામાં આવતા જિલ્લાના અનેક ગામના રૂટ કેન્સલ કરવાની ફરજ પડતા બે દિવસ સુધી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *