ભુજ-ગાંધીધામમાં આંશિક લોકડાઉનનો બીજો તબક્કો, તા. ૬ થી ૧૨ સુધી નિયંત્રણો યથાવત

Contact News Publisher

ગુજરાત સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા અંગે કોઈ નિર્ણય લીધો નથી અને એવી કોઈ વિચારણા પણ ચાલતી નથી, પરંતુ અત્યારે જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં આંશિક લોકડાઉન અમલમાં છે, તેમાં વધુ 7 શહેરો ઉમેરાયા છે, અને બાકીના પ્રતિબંધો યથાવત્ રાખ્યા છે, એટલે આ કુલ 36 શહેરો જેમાં ભુજ અને ગાંધીધામનો પણ સમાવેશ કરાયો છે જ્યાં રાત્રે 8થી સવારના 6 સુધી કરફ્યૂ અમલમાં રહેશે અને દિવસ દરમિયાન આવશ્યક ચીજો વેચતી દુકાનો, તમામ ફેક્ટરીઓ-ઉત્પાદન એકમો- બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, બાકી બધુ બંધ રહેશે.

  • શું શું ચાલુ રાખી શકાશે.

– અનાજ-કરિયાણા-શાકભાજી-ફળો, મેડિકલ સ્ટોર, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી, ઘંટી વગેરે દુકાનો
– ફેક્ટરીઓ-ઉદ્યોગગૃહો-કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ
– ખાનગી ઓફિસો ૫૦ ટકા સ્ટાફ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે
– હોટેલ-રેસ્ટોરન્ટમાં માત્ર ટેક-અવે અને ટિફિન સેવા
– પેટ્રોલ પંપ-પોસ્ટ-કુરિયર-ખાનગી સિક્યોરિટી
– કૃષિ-પશુ સંલગ્ન દુકાનો-સેવાઓ
– APMCમાં માત્ર શાકભાજી-ફળોનું વેચાણ
– પબ્લિક-ટ્રાન્સપોર્ટ ૫૦% ક્ષમતાએ
– બેન્કો-ઇન્શ્યોરન્સ કંપનીઓ ૫૦ ટકા સ્ટાફથી

  • શું શું બંધ રાખવું પડશે
    – આવશ્યક ચીજો વેચતી દુકાનો સિવાયની તમામ દુકાનો, શોપ્સ, મોલ, કર્મિશયલ કોમ્પ્લેક્સ
    – સિનેમાગૃહો-થિયેટરો-ઓડિટોરિયમ, વોટર પાર્ક, જીમ, બાગ-બગીચા, મનોરંજનના સ્થળો,
    – વાળ કાપવાની દુકાનો, સ્વિમિંગ પુલ, બ્યૂટી પાર્લર
    – તમામ ધાર્મિક સ્થાનો, પણ દૈનિક પૂજા-વિધિ એક-બે માણસોથી થઈ શકશે.
    – તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા કોચિંગ ક્લાસિસ (ઓનલાઇન સિવાય)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *