કચ્છમાં કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર

Contact News Publisher

કોરોના મહામારીના સંક્રમણમાં કોરોના સંક્રમિત પરિવારના બાળકોની કાળજી રાખવામાં મુશ્કેલીઓ પડતી હોય તો આવા સંજોગોમાં કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે બાળકોના માતાપિતા કે વાલી કોઈ પણ એક કોરોનાના કારણોથી હોસ્પિટલમાં હોય અને તે બાળકોની કોઈ દેખરેખ રાખી શકે તેમ ન હોઈ તેવા બાળકો માટે ટૂંકાગાળા અને લાંબાગાળા માટે જુવેનાઇલ જસ્ટિસ એકટ ૨૦૧૫ મુજબ નોંધાયેલ કચ્છ જિલ્લાની આ સંસ્થાઓના નામ, સરનામુ અને સંપર્ક નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે.

૭ થી ૧૮ વર્ષના છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,નાગરીક સોસાયટી,હોસ્પીટલ રોડ,ભુજ, ૭ થી ૧૮ વર્ષની છોકરીઓ માટે કચ્છ મહીલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, સરપટ નાકા, એરપોર્ટ રોડ,ભુજ, તેમજ ૦ થી ૬ વર્ષના છોકરા/છોકરી માટે કચ્છ મહીલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત વિશિષ્ટ દત્તક સંસ્થા, સરપટ નાકા, એરપોર્ટ રોડ, ભુજ નો સંપર્ક કરવો. બાળકોને બાળ સંભાળ સંસ્થામાં મુકતી વખતે બાળકોના કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો અત્યંત જરૂરી છે કારણ કે બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા અન્ય બાળકોની સુરક્ષા પણ જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા બાળ કલ્યાણ સમિતિ,ભુજ-કચ્છની મંજુરી મેળવવાની રહેશે. કાળજી અને સાર સંભાળની જરૂરીયાતવાળા બાળકોને જરૂરીયાત પુરતા દિવસો માટે બાળ સંભાળ સંસ્થાઓમાં રાખવામાં આવશે જેની જરૂરીયાતના દિવસો બાળ કલ્યાણ સમિતિ નકકી કરશે. બાળ સંભાળ સંસ્થાઓમાં આવા બાળકોને રહેવા, જમવા, જીવન જરૂરીયાતની તમામ સુવિઘા નિશુલ્ક આપવામાં આ સંસ્થાઓમાં જરૂરિયાત મુજબ આશ્રય આપવામાં આવશે. જો બાળકને તેના નજીકના કોઇ સગા સબંઘી સંભાળ રાખી ન શકે તેમ હોય તો જ બાળકને બાળ સંભાળ સંસ્થાઓમાં બાળકો મુકવા માટેનો છેલ્લો વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *