મોંઘવારી : અનાજ – કઠોળના ભાવમાં પ્રતિકિલોએ 10 થી 15 ટકા વધારો

Contact News Publisher

કચ્છ સહિત રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. મોંઘવારીમાં પીસાતા લોકોેને તહેવારો શરૂ થવા ટાણે જ વધારાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદ ખેંચાતા અનાજ, કઠોળના ભાવમાં ઉછાળો આવતા ૧૦ ટકાથી વધુ ભાવ વધારો થયો છે.

પ્રથમ વરસાદ કચ્છમાં સર્વત્ર પડયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા હતા જો કે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જો સર્વત્ર સચરાચર વરસાદ નહિં થાય તો પાક નિષ્ફળ જવાની દહેશત છે. વરસાદ ખેંચાતા કઠોળના ભાવમાં ૧૦થી ૧પ ટકાનો ભાવ વધારો થયો છે. ઘઉં, બાજરો, મગફાડા, તુવેર, ચણા, અડદ, મગ, ચોળીના ભાવમાં ૩થી ૮ ટકા ભાવ વધ્યા છે.

અનાજ-કઠોળમાં આવેલા ભાવ વધારા બાબતે ભુજના વેપારીઓના કહેવા મુજબ ઘઉંના ભાવમાં પાંચ ટકાનો ભાવ વધારો થયો છે. જેનો પહેલાં ભાવ રૂા. ૧૮-ર૦ હતો અને હાલમાં રૂા. રર-ર૩ થયા છે. બાજરીનો ભાવ અગાઉ રૂા. ૧૮ હતો હાલ ર૧ થયો છે. રૂા. ૭૦માંથી રૂા. ૭૬, તુવેરના રૂા. ૯૦ અને હાલે ૧૦૦, ચણાના રૂા. ૪પમાંથી રૂા. પપ, અડદ દાળ રૂા. ૯૦ના રૂા. ૯પ-૧૦૦, મગના રૂા. ૮પથી ૮૦ હતા હવે રૂા. ૯પ પ્રતિકિલોએ થઈ ગયા છે. આમ તમામ કઠોળમાં ૧૦થી ૧પ ટકાનો ભાવ વધારો થયો છે. વધુમાં ઇંધણના ભાવ વધારો માલની અછત અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ભાવમાં વધારો થયોછે. ભાવ વધારાની ખરીદી ઉપર અસર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News